LATEST

2 ભારતીય અને એક કિવિ ખેલાડી પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ

ભારતના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોનવેને જાન્યુઆરી 2023 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. શુભમન ગિલ માટે વર્ષ 2022 શાનદાર રહ્યું છે, જ્યાં તેણે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

ગીલને મુંબઈમાં શ્રીલંકા સામે T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરવાની તક મળી. ટી20 ઈન્ટરનેશનલ સિરીઝ ગિલ માટે બહુ સારી રહી ન હતી, પરંતુ વનડેમાં તેણે અનુક્રમે 70, 21 અને 116 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડ સામે હૈદરાબાદમાં ગીલે બેવડી સદી ફટકારીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું હતું. 23 વર્ષીય બેટ્સમેને 149 બોલમાં 208 રનની ઇનિંગ રમી હતી. તેણે છેલ્લી ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકારીને પોતાની બેવડી સદી પૂરી કરી હતી.

સાથે જ મોહમ્મદ સિરાજે પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં સિરાજે શાનદાર પ્રદર્શન કર્યું અને ટૂંક સમયમાં જ ODIમાં નંબર 1 બોલર બની ગયો. આ દરમિયાન સિરાજે વોબલ સીમનો ઉપયોગ કરીને બેટ્સમેનોને પરેશાન કરવાનો નવો રસ્તો પણ શોધી કાઢ્યો હતો. તેણે પોતાની સ્વિંગ અને પેસથી ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાના બેટ્સમેનોને પરેશાન કર્યા અને જોરદાર રીતે વિકેટો લીધી.

ડેવોન કોનવેએ પાકિસ્તાનના પ્રવાસ બાદ ભારતના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું. કોનવે બોલરો માટે માથાનો દુખાવો બની રહ્યો. ડાબોડી બેટ્સમેને જાન્યુઆરીમાં 10 ઇનિંગ્સમાં 49.30ની એવરેજથી 493 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.

Exit mobile version