LATEST

ICCનો મોટો નિર્ણય, પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાની ઇવેન્ટ રદ્દ!

ICC એ ફેબ્રુઆરી-માર્ચ 2025 માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ ઇવેન્ટને રદ કરવાનો નિર્ણય લીધો છે, જે 11 નવેમ્બરના રોજ લાહોરમાં યોજાવાની હતી.

ક્રિકબઝના અહેવાલ મુજબ, ટૂર્નામેન્ટના સમયપત્રકને લઈને ચાલી રહેલા મતભેદને કારણે તેને રદ કરવામાં આવી છે.

ICCએ ચેમ્પિયનશિપની શરૂઆતના 100 દિવસ પહેલા 11 નવેમ્બરે ટુર્નામેન્ટનું આયોજન કરવાનો ઈરાદો રાખ્યો હતો, જો કે, ભારતની પાકિસ્તાન પ્રવાસની ઈચ્છા અંગે અનિશ્ચિતતાને કારણે આ યોજનાઓ અટકાવી દેવામાં આવી છે. આઈસીસીના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે શેડ્યૂલ પર હજુ પણ પાકિસ્તાન, યજમાન દેશ અને અન્ય સહભાગી દેશો સાથે ચર્ચા ચાલી રહી છે.

ક્રિકબઝના અહેવાલ પ્રમાણે, “શેડ્યુલની પુષ્ટિ થઈ નથી, અમે હજુ પણ યજમાન અને ભાગ લેનારા દેશો સાથે ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલ અંગે ચર્ચા કરી રહ્યા છીએ, એકવાર પુષ્ટિ થઈ જશે કે અમે અમારી સામાન્ય ચેનલો દ્વારા જાહેરાત કરીશું.” આઈસીસીએ હજુ સુધી આ ઈવેન્ટને રદ્દ કરવા અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારત પાકિસ્તાન નહીં જવાના કારણે ઈવેન્ટને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી શરૂઆતમાં લાહોર, રાવલપિંડી અને કરાચી સહિત પાકિસ્તાનના કેટલાક શહેરોમાં યોજવાનું આયોજન હતું, જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ICCને કહ્યું છે કે તેને તેની ટીમ પાકિસ્તાન મોકલવા માટે સરકારની મંજૂરીની જરૂર છે.

Exit mobile version