ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વેસ્ટ ઈન્ડિઝના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસના ઈન્ડિયા ટૂરનું શેડ્યૂલ જાહેર કર્યું છે. જ્યાં બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચોની શ્રેણી રમાશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ 12 જુલાઈથી કેરેબિયન ટીમ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમવાની છે.
🚨 NEWS 🚨
2️⃣ Tests
3️⃣ ODIs
5️⃣ T20IsHere's the schedule of India's Tour of West Indies 🔽#TeamIndia | #WIvIND pic.twitter.com/U7qwSBzg84
— BCCI (@BCCI) June 12, 2023
ભારત માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે આનાથી ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ચક્રની શરૂઆત થશે. ઉપરાંત એશિયા કપ અને ICC ODI વર્લ્ડ કપ 2023ની તૈયારી તરીકે આ વર્ષના અંતમાં ODI શ્રેણી યોજાશે. ICC T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાશે.