આ વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે. આ ટુર્નામેન્ટ ઓક્ટોબર અને સપ્ટેમ્બર મહિનામાં આયોજિત કરવામાં આવશે. ઓડીઆઈ વર્લ્ડ કપ પહેલા એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાશે.
આ બંને ટૂર્નામેન્ટમાં તમામ ચાહકો ભારત અને પાકિસ્તાન મેચની રાહ જોઈ રહ્યા છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામે મેચ 15 ઓક્ટોબરે રમાશે. આ પહેલા એશિયા કપમાં પણ બંને ટીમો ટકરાશે. જો કે તેનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ શું તમે જાણો છો કે એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી મેચ રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચની દરેક ચાહક આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો વર્ષમાં ઘણી ઓછી વખત એકબીજા સામે મેચો રમે છે. પરંતુ આ વર્ષે બંને ટીમો વચ્ચે ઘણી મેચ રમાઈ શકે છે. તમને જણાવી દઈએ કે એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા શ્રીલંકામાં ઇમર્જિંગ એશિયા કપનું આયોજન થવાનું છે. આ માટે ભારત અને પાકિસ્તાન બંને ટીમોની જાહેરાત કરવામાં આવી છે. ઇમર્જિંગ એશિયા કપમાં બંને ટીમો વચ્ચે 19 જુલાઈના રોજ મેચ રમાશે. આ મેચનું આયોજન શ્રીલંકામાં કરવામાં આવી રહ્યું છે. આ સિવાય એક વધુ ટૂર્નામેન્ટ છે જ્યાં આ બંને ટીમો એકબીજા સાથે ટકરાશે. આ ટુર્નામેન્ટ એશિયન ગેમ્સ છે. જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે.
ઇમર્જિંગ એશિયા કપ માટે ભારતની ટીમ:
ભારતીય ટીમઃ યશ ધુલ (કેપ્ટન), સાઈ સુદર્શન, અભિષેક શર્મા (વાઈસ-કેપ્ટન), નિકિન જોસ, પ્રદોષ રંજન પોલ, રિયાન પરાગ, નિશાંત સિંધુ, પ્રભસિમરન સિંહ (વિકેટ-કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ-કીપર), માનવ સુથાર, યુવરાજ સિંહ ડોડિયા, હર્ષિત રાણા, આકાશ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, રાજવર્ધન હંગરગેકર.