રઝાકે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, પહેલા તો આપણે એવું કામ નથી કરવી…
પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે પોતાના દેશના ખેલાડીઓને ભારતીય ક્રિકેટરો સાથે તુલના ન કરવા કહ્યું છે, ટેલેન્ટ પાકિસ્તાનમાં વધારે છે. રઝાકે કહ્યું કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાનના બાબર આઝમની એકબીજા સાથે સરખામણી ન કરવી જોઈએ કારણ કે બંને સંપૂર્ણપણે અલગ ખેલાડી છે.
રઝાકે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, પહેલા તો આપણે એવું કામ નથી કરવી. તમે પાકિસ્તાનના ખેલાડીઓની તુલના ભારતના ખેલાડીઓ સાથે કરી શકતા નથી કારણ કે પાકિસ્તાનમાં વધુ પ્રતિભા છે. જો તમે ઇતિહાસ પર નજર નાખો તો અમારી પાસે ઘણા મહાન ખેલાડીઓ છે જે આપણી સરખામણી મોહમ્મદ યુસુફ, ઈન્ઝમામ-ઉલ-હક, સઈદ અનવર, જાવેદ મિયાંદાદ, ઝહીર અબ્બાસ અને ઇઝાઝ અહેમદ સાથે કરી શકે છે.
તેણે વધુમાં કહ્યું કે, વિરાટ કોહલી અને બાબર આઝમ બંને સંપૂર્ણપણે અલગ છે. જો આપણે બંનેની સરખામણી કરવી હોય તો ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોવી જરૂરી છે અને ત્યારબાદ નિર્ણય લેવો જોઈએ કે વધુ સારા ખેલાડી કોણ છે.
ભૂતપૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડરનું માનવું છે કે ખેલાડીઓને વધુ સારી રીતે સમજતા હોવાથી સ્થાનિક કોચને લેવામાં આવવો જોઇએ. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે વિદેશી કોચને ભાડે લેવો યોગ્ય છે.

