ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત શ્રીલંકા સામે ત્રણ મેચની ટી-20 શ્રેણીથી કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શ્રીલંકા સામે ભારતીય ટીમની જાહેરાત કરી છે. T20 ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવ્યું છે, જ્યારે સૂર્યકુમાર યાદવ આ ટીમના વાઇસ કેપ્ટન હશે.
નવા વર્ષના પહેલા મહિનામાં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ એકદમ ભરચક છે. ભારતે જાન્યુઆરીમાં કુલ 11 મેચ રમવાની છે. શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી બાદ ભારતે તે જ ટીમ સામે ત્રણ મેચની વનડે શ્રેણી પણ રમવાની છે. શ્રીલંકા બાદ ભારતે ન્યુઝીલેન્ડ સામે બીજી 5 મેચ રમવાની છે.
શ્રીલંકા શ્રેણીના ત્રણ દિવસ બાદ ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ શરૂ થશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જાન્યુઆરીએ પ્રથમ વનડે રમાશે. ત્રણ મેચની વનડે સીરીઝ સિવાય ન્યુઝીલેન્ડે ભારતના પ્રવાસ પર એટલી જ મેચોની ટી20 સીરીઝ રમવાની છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે છેલ્લી T20 1 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ભારત વિ શ્રીલંકા 2023 પૂર્ણ શેડ્યૂલ:
1લી T20 – 3 જાન્યુઆરી 2023 (મંગળવાર) – મુંબઈ – સાંજે 7
2જી T20 – 5 જાન્યુઆરી 2023 (ગુરુવાર) – પુણે – સાંજે 7
ત્રીજી T20 – 7 જાન્યુઆરી 2023 (શનિવાર) – રાજકોટ – સાંજે 7 વાગ્યાથી
પ્રથમ ODI – 10 જાન્યુઆરી 2023 (મંગળવાર) – ગુવાહાટી – બપોરે 2 વાગ્યે
બીજી ODI – 12 જાન્યુઆરી 2023 (ગુરુવાર) – કોલકાતા – બપોરે 2 વાગ્યે
ત્રીજી ODI – 15 જાન્યુઆરી 2023 (રવિવાર) – તિરુવનંતપુરમ – બપોરે 2 વાગ્યે
ભારત વિ ન્યુઝીલેન્ડ 2023 શેડ્યૂલ:
પ્રથમ ODI – 18 જાન્યુઆરી 2023 (બુધવાર) – હૈદરાબાદ – બપોરે 2 વાગ્યાથી
બીજી ODI – 21 જાન્યુઆરી 2023 (શનિવાર) – રાયપુર – બપોરે 2 વાગ્યાથી
ત્રીજી ODI – 24 જાન્યુઆરી 2023 (મંગળવાર) – ઈન્દોર – બપોરે 2 વાગ્યાથી
પ્રથમ T20 – 27 જાન્યુઆરી 2023 (શુક્રવાર) – રાંચી – સાંજે 7 વાગ્યાથી
બીજી T20 – 29 જાન્યુઆરી 2023 (રવિવાર) – લખનૌ – સાંજે 7 વાગ્યાથી
ત્રીજી T20 – 1 ફેબ્રુઆરી 2023 (બુધવાર) – અમદાવાદ – સાંજે 7 વાગ્યે