ભારત સામેની ત્રીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ઘણા રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે પહાડ જેવો 352 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેચમાં ભારતીય બેટ્સમેનોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું અને એવું કારનામું કર્યું, જે ટીમ ઈન્ડિયાએ પહેલા કર્યું ન હતું.
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમે 5 વિકેટના નુકસાન પર 351 રન બનાવ્યા હતા. ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ટીમ ઈન્ડિયાએ 350 ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો હોય અને કોઈ ખેલાડીએ સદી ફટકારી ન હોય. વર્ષ 2005માં ભારતે શ્રીલંકા સામે વનડેમાં 350 રનનો ટાર્ગેટ આપ્યો હતો, ત્યારે પણ કોઈ ખેલાડીએ સદી ફટકારી ન હતી.
સદી ફટકાર્યા વિના ODIમાં ભારત માટે સર્વોચ્ચ સ્કોર:
351/5 વિ વેસ્ટ ઈન્ડિઝ – 2023
350/6 વિ શ્રીલંકા – 2005
349/7 વિ પાકિસ્તાન – 2004
348/5 વિ બાંગ્લાદેશ – 2004