LATEST

મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ભારતનું શાસન, 17 દિવસમાં બે વાર ઇતિહાસ રચ્યો

હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 168 રને વિશાળ જીત નોંધાવીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે દ્વિપક્ષીય શ્રેણીમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.

રનની દ્રષ્ટિએ કોઈપણ પૂર્ણ સભ્ય ટીમ સામે આ સૌથી મોટી જીત છે. અગાઉ આ રેકોર્ડ ભારત અને પાકિસ્તાન પાસે સંયુક્ત રીતે હતો. ભારતે 2018 માં આયર્લેન્ડને 143 રને વ્હાઇટવોશ કર્યું હતું, તે જ વર્ષે પાકિસ્તાને વેસ્ટ ઇન્ડિઝ પર સમાન સંખ્યામાં રનથી જીત મેળવી હતી.

ન્યુઝીલેન્ડ સામે ટી20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવતા પહેલા ભારતે ODI ક્રિકેટમાં પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. બરાબર 17 દિવસ પહેલા, 15 જાન્યુઆરી 2023ના રોજ, ભારતે શ્રીલંકા સામે ODI ક્રિકેટની સૌથી મોટી જીત નોંધાવી હતી. તે દરમિયાન ટીમ ઈન્ડિયાએ મહેમાનોને 317 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ભારતનું આ વર્ચસ્વ અદ્ભુત છે. આ જ કારણ છે કે ICC T20 અને ODI રેન્કિંગમાં ભારત પ્રથમ સ્થાન પર છે.

મેચની વાત કરીએ તો આ મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શુભમન ગિલની અણનમ સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ બોર્ડ પર 234 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. 235 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 66 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Exit mobile version