LATEST

INDvsAUS: ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ, જુવો ફોટો

મર્યાદિત ઓવર્સ સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝ યોજાશે…

 

ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયન પ્રવાસ 27 નવેમ્બરથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ આ પ્રવાસ માટે  યુએઈથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ. ટીમ ઈન્ડિયાના આ પ્રવાસ પર ત્રણ વનડે અને ટી 20 શ્રેણી રમવાની છે. આ પછી ચાર ટેસ્ટ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાશે. આ ચાર મેચની ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત રમવામાં આવશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડેથી શ્રેણીની શરૂઆત થશે. પહેલી વનડે 27 નવેમ્બરના રોજ રમાશે. આ પછી, બીજી વનડે 29 નવેમ્બર અને ત્રીજી વનડે 2 ડિસેમ્બરે રમાશે. વનડે સિરીઝ બાદ ટી -20 શ્રેણી 4 ડિસેમ્બરથી શરૂ થશે. પ્રથમ ટી 20, 4 ડિસેમ્બરે, બીજી મેચ 6 ડિસેમ્બરે અને ત્રીજી ટી 20 મેચ 8 ડિસેમ્બરે રમાશે.

મર્યાદિત ઓવર્સ સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝ યોજાશે. પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડમાં 17 ડિસેમ્બરથી રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ ડે-નાઈટ હશે, જે પિંક બોલથી રમવામાં આવશે. બીજી ટેસ્ટ 26 ડિસેમ્બરે, ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીએ અને ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીએ રમાશે.

 

Exit mobile version