પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર આકરા પ્રહારો કર્યા છે. તેણે ટીમના ખરાબ પ્રદર્શનને કારણે મોહમ્મદ હાફીઝને ટીમ ડાયરેક્ટર પદેથી હટાવવા બદલ બોર્ડની આકરી ટીકા કરી છે.
ગયા મહિને પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે 3-0થી હારી ગયું હતું. આ પછી, ન્યૂઝીલેન્ડ સામે 5 T20 શ્રેણીમાં 4-1થી હાર્યા બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોહમ્મદ હફીઝનો કરાર સમાપ્ત કર્યો. હાફિઝનો કોન્ટ્રાક્ટ ટૂંકા ગાળા માટે હતો, પરંતુ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીની ભલામણ બાદ ન્યૂઝીલેન્ડમાં ટી20 સિરીઝ બાદ કોન્ટ્રાક્ટ ખતમ કરી દેવામાં આવ્યો હતો.
ઈન્ઝમામ-ઉલ-હકે એક ટીવી શો દરમિયાન કહ્યું – શું કોઈ મને ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ હાફિઝને ડિરેક્ટર પદ પરથી હટાવવા અને ચીફ સિલેક્ટર વહાબ રિયાઝ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા પાછળનું કારણ સમજાવશે? શું બંનેની નિમણૂંક એક જ સમયે કરવામાં આવી ન હતી? સમાન જવાબદારીઓ નથી આપવામાં આવી? તો પછી આ બધા માટે હાફિઝને શા માટે જવાબદાર ગણવામાં આવ્યો?
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની હાર બાદ ઈન્ઝમામ-ઉલ-હકે મુખ્ય પસંદગીકાર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેણે પીસીબીને ખેલાડીઓનું સન્માન કરવાની વિનંતી કરી હતી.