ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. વાસ્તવમાં ઈન્ઝમામ ઉલ હકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે એક વખત ભજ્જીએ મૌલાના તારિક જમીલથી પ્રભાવિત થઈને ઈસ્લામ સ્વીકારવાનું વિચાર્યું હતું.
જો કે, હવે હરભજન સિંહે આ નિવેદનને ખોટું ગણાવ્યું છે અને કહ્યું છે કે હું ગૌરવપૂર્ણ ભારતીય અને ગૌરવપૂર્ણ શીખ છું.
વીડિયોમાં ઈન્ઝમામ ઉલ હક કહેતા જોવા મળી રહ્યા છે કે, ‘અમારી પાસે એક રૂમ હતો જ્યાં નમાજ થતી હતી. મૌલાના તારિક જમીલ સાંજે અમને મળવા આવતા અને નમાઝ શીખવતા. થોડા દિવસો પછી ઈરફાન પઠાણ, મોહમ્મદ કૈફ અને ઝહીર ખાન પણ આવવા લાગ્યા. અન્ય ચાર ભારતીય ક્રિકેટરો બેસીને અમને જોતા હતા. હરભજને તારિક જમીલ મૌલાના હોવાની જાણ ન હતી, તેણે કહ્યું, ‘હું આ વ્યક્તિથી પ્રભાવિત છું અને તેના શબ્દોને અનુસરવા માંગુ છું.’
હવે ઈન્ઝમામના આ વીડિયો પર ટિપ્પણી કરતા ભજ્જીએ કહ્યું, ‘તે કયા પ્રકારની ડ્રગના પ્રભાવમાં વાત કરી રહ્યો છે? હું એક ગૌરવપૂર્ણ ભારતીય અને ગૌરવપૂર્ણ શીખ છું…આ બકવાસ લોકો વાત કરે છે.
Yeh kon sa nasha pee kar baat kar raha hai ? I am a proud Indian and proud Sikh..yeh Bakwaas log kuch bi bakte hai 😡😡😡🤬🤬 https://t.co/eo6LN5SmWk
— Harbhajan Turbanator (@harbhajan_singh) November 14, 2023
