
કિંગ્સ ઇલેવન તરફથી મોહમ્મદ શમીએ 15 રનમાં ચાર વિકેટ ઝડપી હતી….
રોમાંચક મેચમાં બંને ટીમ વચ્ચે ટાઇ બાદ સુપર ઓવરમાં પંજાબે માત્ર 2 રન કર્યા તેના જવાબમાં દિલ્લીએ આ મેચ આરામથી જીતી લીધી. સુપર ઓવરમાં રબાડા 2 વિકેટ લીધી.
પહેલા બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ કિંગ્સ ઇલેવન પંજાબ સામે રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેચમાં દિલ્હી કેપિટિલે આઠ વિકેટે 157 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી શ્રેયસ અય્યર 39, રિષભ પંતે 31 અને માર્કસ સ્ટોઇનિસે 53 રન બનાવ્યા હતા. કિંગ્સ ઇલેવન તરફથી મોહમ્મદ શમીએ 15 રનમાં ચાર વિકેટ ઝડપી હતી.

ટોસ જીત્યા બાદ પંજાબના કેપ્ટન કેએલ રાહુલે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ રીતે દિલ્હીની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. પરંતુ દિલ્હીને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો છે. શિખર ધવન ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો છે. દિલ્હીની શરૂઆત ખરાબ થઈ. પ્રથમ 5 ઓવરમાં તેના 3 બેટ્સમેન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા.
રનનો પીછો કરતાં કિંગ્સ ઇલેવન પંજાબની શરૂવા સારી નહીં રહી. કેએલ રાહુલ (21), કરુણ નાયર (1), નિકોલસ પૂરણ (0), સરફરાઝ ખાન (12), મેક્સવેલ (1), ગૌતમ (20), જોર્ડન (5), અગ્રવાલ (89).
મયક અગ્રવાલની તાબોડ પારીના લીધે પંજાબ ટાઇ કરાઈ શકી.
દિલ્લી તરફથી રબાડા, સ્ટોઇનિસ અને અશ્વિને 2-2-2 વિકેટ લીધી.
