LATEST

સુરેશ રૈનાનો રેકોર્ડ તોડી CSK માટે આવું કામલ કરનાર પ્રથામ ખિલાડી બન્યો ધોની

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2022 ની તેમની આઠમી લીગ મેચ પંજાબ કિંગ્સ સામે રમી હતી, પરંતુ આ ટીમનો પરાજય થયો હતો. જોકે એમએસ ધોની અને સુકાની રવિન્દ્ર જાડેજાએ છેલ્લી ઘડીએ ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા ન હતા.

આ મેચમાં ધોનીએ 8 બોલમાં એક સિક્સ અને એક ફોરની મદદથી 12 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં ધોનીએ સિક્સર ફટકારી અને તે ચેન્નાઇ સુપર કિંગ્સ માટે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો.

IPL 2022 ની 38મી લીગ મેચમાં, તેણે પંજાબ કિંગ્સ સામે તેની 12 રનની ઇનિંગમાં સિક્સર ફટકારી હતી અને તે પછી તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી સૌથી વધુ સિક્સર મારનારા બેટ્સમેનોની યાદીમાં નંબર વન પર આવી ગયો હતો. ધોનીએ સુરેશ રૈનાનો રેકોર્ડ તોડીને આ સિદ્ધિ મેળવી હતી. ધોનીએ CSK માટે અત્યાર સુધીમાં કુલ 220 સિક્સર ફટકારી છે જ્યારે સુરેશ રૈનાના નામે 219 સિક્સર છે. CSK માટે સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલામાં આ ટીમનો પૂર્વ બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ ત્રીજા નંબર પર છે, જેણે કુલ 93 સિક્સર ફટકારી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ સિક્સ ફટકારનાર (તમામ T20I માં)

એમએસ ધોની – 220 છગ્ગા

સુરેશ રૈના – 219 છગ્ગા

ફાફ ડુ પ્લેસિસ – 93 છગ્ગા

ધોનીએ IPL 2022માં અત્યાર  જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિઝનમાં તેનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 50 રહ્યો છે. બીજી તરફ જો તેના સમગ્ર આઈપીએલ કરિયરની વાત કરીએ તો તેણે 228 મેચમાં 4878 રન બનાવ્યા છે જેમાં 24 સદી સામેલ છે. આ લીગમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 84 રન છે. આ સાથે જ તેણે 130 કેચ અને 39 સ્ટમ્પ લીધા છે.

Exit mobile version