
અમારું માનવું છે કે નાણાને કારણે પ્રતિભાના નિખાર સામે અવરોધ પેદા થવો જોઇએ નહીં….
મહેસાણામાં યુવા પ્રતિભાઓને બેસ્ટ ક્રિકેટ કોચિંગ પ્રદાન કરવા તથા તેમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ક્રિકેટ એકેડમી ઓફ પઠાન્સ (કેપ)ના સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે પ્રસંગે જાણીતા ક્રિકેટર ઇરફાન પઠાણ અને કેપના મેનેજિંગ ડાયરેક્ટર હરમીત વસદેવ ઉપસ્થિત રહ્યાં હતાં. આ એકેડમી શહેરમાં ઉભરતાં ક્રિકેટર્સને અદ્યતન કોચિંગ ટેકનીક્સથી સજ્જ કરીને તેમનો વિકાસ કરશે.

મહેસાણામાં પ્રતિભાનો વિશાળ સમૂહ છે અને કેપ પ્રતિભાના સમૂહનો ઉપયોગ કરીને શહેરમાંથી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના ક્રિકેટર્સ તૈયાર કરવા ઉત્સુક છે. મહેસાણામાં એકેડમીના લોંચ પહેલાં જ 200થી વધુ રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયાં છે. એકેડમીમાં 6થી21 વર્ષના છોકરા અને છોકરીઓને કોચિંગ અપાશે. તાજેતરમાં પટનામાં કેપ એકેડમીના બે ખેલાડીઓએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં બિહાર રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમજ સમગ્ર ભારતમાંથી 50 વિદ્યાર્થીઓએ વિવિધ જિલ્લા અને રાજ્ય સ્તરે પ્રતિનિધિત્વ કર્યું છે.
કેપ હાલમાં દિલ્હી, નોઇડા, પટના, જયપુર, મૈસુર, સેંગુર, લખનઉ, રાંચી, લુધિયાણા, કોટા, બેંગાલુરુ, રાજકોટ, મનીપુરી, હિસાર,
મોરબી, અકોલા, પોર્ટ બ્લેર અને લુનાવાડામાં પ્રતિભાઓના વિકાસ માટે કાર્યરત છે.

ક્રિકેટ એકેડમી ઓફ પઠાન્સના ડાયરેક્ટર ઇરફાન પઠાને જણાવ્યું હતું કે, “અમે મહેસાણામાં ઉભરતાં ક્રિકેટર્સને વિશ્વ-સ્તરીય ક્રિકેટ કોચિંગ પ્રદાન કરવા કેપ એકેડમી લોંચ કરવા અંતે ઉત્સાહિત છીએ. વધુમાં અમે અત્યંત પ્રતિભાશાળી પાંચ બાળકોને સ્કોલર્શિપ પણ આપી છે કે જેઓ ક્રિકેટ કોચિંગનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. અમારું માનવું છે કે નાણાને કારણે પ્રતિભાના નિખાર સામે અવરોધ પેદા થવો જોઇએ નહીં.
આ લોંચ સાથે અમે ગુજરાતમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારી રહ્યાં છીએ અને યુવા ક્રિકેટર્સના વિશાળ સમૂહને વિશ્વ-સ્તરીય કોચિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા ઉપર કેન્દ્રિત છીએ, જેથી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ક્રિકેટર્સ તૈયાર કરી શકાય. મને વિશ્વાસ છે કે કેપને મહેસાણામાં અભુતપૂર્વ સહયોગ પ્રાપ્ત થશે.” કેપના મેનેજિંગ ડાયરેક્ટર હરમીત વસદેવે જણાવ્યું હતું કે, “અમારી આક્રમક વિસ્તરણ યોજનાઓ અંતર્ગત અમે વર્ષ 2021ના અંત સુધીમાં 25 શહેરોમાં કેપ એકેડમી લોંચ કરવાની યોજના ધરાવીએ છીએ, જેમાં હૈદરાબાદ, જોધપુર, કોલકત્તા, પૂના, ભુવનેશ્વર, શ્રીનગર, કોઇમ્બતુર, વિશાખાપટ્ટનમ્, આગ્રા, મથુરા, બિજનોર, ગુલબર્ગ અને બેરહામપુર સહિતના 25 શહેરો સામેલ છે. અમે ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં અમારી કામગીરી વિસ્તારવા ઉપર કેન્દ્રિત છીએ, જેથી ઉભરતાં ક્રિકેટર્સને વિશ્વ-સ્તરીય કોચિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા તકો પ્રદાન કરી શકાય.”
