આમિરે તેની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ 2009 ટી -20 વર્લ્ડ કપ દરમિયાન રમી હતી….
પાકિસ્તાનનો ઝડપી બોલર મોહમ્મદ આમિરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યા બાદ નિવૃત્તિ લીધી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, પીસીબીએ 2011 વર્લ્ડ કપ દરમિયાન તેમની સાથે સારી વર્તન કર્યું ન હતું. હવે ઇરફાન પઠાણે આમિરની નિવૃત્તિ પર પણ વાત કરી છે અને આ ખેલાડી વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
પઠાણે આમિરની નિવૃત્તિ અંગે ટિ્વટ કરીને લખ્યું છે કે, તાજેતરમાં સમાપ્ત થયેલ લંકા પ્રીમિયર લીગમાં આ વ્યક્તિનો સામનો કરવો પડ્યો હતો, તે નિશ્ચિતપણે કહેશે કે તેનામાં પૂરતો ક્રિકેટ બાકી છે. તેણે કહ્યું, આમિર શ્રેષ્ઠ બોલિંગ કરી રહ્યો હતો. તેણે તેના ભવિષ્યમાં સારું કરવું જોઈએ.
આમિરે 36 ટેસ્ટ, 61 વનડે અને 50 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આમિરે રમતના ત્રણેય ફોર્મેટમાં 259 વિકેટ લીધી હતી. આમિરે તેની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ 2009 ટી -20 વર્લ્ડ કપ દરમિયાન રમી હતી. જો કે, 2010 માં તે સ્પોટ ફિક્સિંગના કેસમાં ફસાઈ ગયો હતો, જેના કારણે તેના પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકાયો હતો.
Just faced this guy @iamamirofficial in the recent concluded #Lpl must say lots of cricket left in him. Bowling well as ever. Wish him well for future #amirretires
— Irfan Pathan (@IrfanPathan) December 17, 2020

