ઈંગ્લેન્ડના વિસ્ફોટક ઓપનર જેસન રોય પર બે મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રોયને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા તેના ખરાબ વર્તન માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.
ECBએ મંગળવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે રોયને તેના ખરાબ વર્તનને કારણે પ્રતિબંધિત અને દંડ ફટકારવામાં આવ્યો હતો. બોર્ડે વધુમાં કહ્યું કે જો રોયના વર્તનમાં સુધારો નહીં થાય તો આ પ્રતિબંધ 12 મહિના સુધીનો હોઈ શકે છે. ઈંગ્લેન્ડ બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ક્રિકેટ શિસ્ત સમિતિની શિસ્ત પેનલે જેસન રોય વિરુદ્ધ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જેસને તેની સામેના આરોપોને સ્વીકારી લીધા છે, તેણે જે વર્તન કર્યું તે તેણે ન કરવું જોઈતું હતું.”
બોર્ડે વધુમાં કહ્યું કે, “જેસનને ઈંગ્લેન્ડમાં આગામી બે મેચોમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે જેમાં તે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે પરંતુ આ સસ્પેન્શન 12 મહિનાનું પણ હોઈ શકે છે. જો કે તે તેના વર્તન પર નિર્ભર કરે છે. આ ઉપરાંત તેના પર 2,500 યુરો દંડ લાદવામાં આવ્યો છે અને તેઓએ તેને 31 માર્ચ 2022 સુધીમાં ચૂકવવાનો રહેશે.”
31 વર્ષીય જમણા હાથના બેટ્સમેને IPL 2022 માંથી ખસી ગયો હતો. જ્યારે લીગની નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે તેને હરાજીમાં બે કરોડની મોટી રકમ સાથે ખરીદ્યો હતો. રોયે બાયો બબલને ટાંકીને આઈપીએલ 2022માંથી પોતાની જાતને ખેંચી લીધી હતી. તેની સાથે આ પહેલીવાર નથી, આ પહેલા આઈપીએલ 2020માં પણ જ્યારે દિલ્હી કેપિટલ્સે તેને ખરીદ્યો હતો ત્યારે તે પાછો ગયો હતો. પરંતુ તે સમયે પણ તેણે ન રમવાનો નિર્ણય લીધો હતો.