ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છેલ્લા બે મહિનાથી ભારતીય ટીમની બહાર છે. જોકે, એવી અપેક્ષા છે કે તે આવતા વર્ષની શરૂઆતમાં પુનરાગમન કરી શકશે. પરંતુ આ દરમિયાન તે લગભગ 3-4 મહિના ક્રિકેટથી દૂર રહેશે.
પીઠની ઈજાને કારણે તે છેલ્લા કેટલાક સમયથી ટીમની બહાર છે. ઈજાના કારણે તે એશિયા કપ 2022 અને પછી T20 વર્લ્ડ કપનો ભાગ નહોતો. બીસીસીઆઈની એક ઓથોરિટીએ બુમરાહની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું છે અને તેના અનુસાર બુમરાહ શ્રીલંકા અથવા ઓસ્ટ્રેલિયા સામે વાપસી કરી શકશે.
ઈન્સાઈડસ્પોર્ટના અનુસાર, “હા તે સારું કરી રહ્યો છે. તે ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે પરત ફરશે. તે આ મહિનાના અંત સુધીમાં NCAને રિપોર્ટ કરશે. એકવાર મેડિકલ ટીમ તેની સ્થિતિને સમજશે, પછી પસંદગીકારો નક્કી કરશે કે તે આવતા મહિને શ્રીલંકા સામેની શ્રેણીનો ભાગ બનશે કે નહીં.
T20 વર્લ્ડ કપ પહેલા જસપ્રીત બુમરાહની ટીમમાં ફરજિયાત પુનરાગમનને પરિણામે ભારતીય ઝડપી બોલર ઈજાના કારણે લાંબા સમય સુધી ટીમમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારથી બુમરાહ પુનરાગમન માટે સખત પ્રયાસ કરી રહ્યો છે.
જસપ્રિત બુમરાહે ગયા મહિને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ખૂબ જ ફિટ દેખાઈ રહ્યો છે અને દોડવાની સાથે અન્ય ઘણી કસરતો કરતો જોવા મળી રહ્યો છે.