કપિલ દેવ, જેણે ભારતને પ્રથમ વખત વર્લ્ડ કપ જીતાડ્યો. હવે તેણે ભારતીય ખેલાડીઓની દેશભક્તિ પર સવાલ ઉઠાવ્યા છે. તે એટલા માટે પણ કારણ કે તાજેતરમાં જ ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
તેમજ તેણે આગામી એશિયા કપ અને વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ભારતીય ખેલાડીઓ પર નિશાન સાધ્યું છે. કપિલ દેવના નિશાના પર ઈજાગ્રસ્ત ખેલાડીઓ પણ છે, જેમાં જસપ્રિત બુમરાહ સૌથી આગળ છે. ચાલો જાણીએ, તેમણે શું કહ્યું?
ઍમણે કિધુ, “એવું નથી કે મને ક્યારેય ઈજા થઈ નથી પરંતુ હકીકત એ છે કે આ ખેલાડીઓ વર્ષમાં માત્ર 10 મહિના જ રમે છે. દરેક વ્યક્તિએ પોતાનું ધ્યાન રાખવું પડશે. આઈપીએલ સારી બાબત છે પરંતુ તે તમારું પણ બગાડી શકે છે. નાની ઈજા સાથે, તમે IPL રમો છો, પરંતુ જ્યારે ભારત માટે રમવાની વાત આવે છે, ત્યારે તમે બ્રેક લો છો.
