વિરાટ કોહલીને આપણે ક્રિકેટ જગતમાં રન મશીનના નામથી પણ ઓળખીએ છીએ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ખેલાડી ફોર્મ સાથે સંઘર્ષ કરતો જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 સદી ફટકારનાર કિંગ કોહલી પાસે સચિન તેંડુલકરનો 100 સદીનો રેકોર્ડ તોડવાની આશા હતી, પરંતુ 2019થી આ દિગ્ગજ ખેલાડીએ બેટથી સદી ફટકારી નથી.
કોહલી ઘણી વખત 50નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો પરંતુ તે સદીથી ચૂકી ગયો હતો. કોહલીના ખરાબ ફોર્મની પૂર્વ ખેલાડીઓએ ઘણી વખત ટીકા કરી છે. હવે આ મુદ્દે વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે નિવેદન આપતાં કહ્યું છે કે અમને માત્ર એક જ વસ્તુ દેખાય છે અને તે છે તમારું પ્રદર્શન અને જો તે યોગ્ય ન હોય તો લોકોથી જરાય ચૂપ રહેવાની આશા ન રાખો.
કપિલ દેવે અનકટ પર કહ્યું, “મેં વિરાટ કોહલી જેટલું ક્રિકેટ નથી રમ્યું, પરંતુ ક્યારેક તમે વધારે ક્રિકેટ નહીં રમ્યા હોય. પરંતુ તમે વસ્તુઓ શોધી શકો છો. અમે ક્રિકેટ પણ રમ્યા છીએ અને રમતને સમજીએ છીએ. તેઓએ પોતાના વિચારો સુધારવા પડશે. જો તમે તમારી રમતથી અમને ખોટા સાબિત કરશો, તો અમે તેને સ્વીકારીશું. જો તમે રન નહીં બનાવો તો અમને લાગશે કે ક્યાંક કંઈક ખોટું છે. અમને ફક્ત એક જ વસ્તુ દેખાય છે અને તે છે તમારું પર્ફોર્મન્સ અને જો તે સારું ન હોય તો લોકો ચુપ રહેવાની બિલકુલ અપેક્ષા રાખશો નહીં. તમારું બેટ અને તમારું પ્રદર્શન બોલવું જોઈએ, વધુ કંઈ નહીં.”
તેણે આગળ કહ્યું, “આટલા મોટા ખેલાડી (કોહલી)ને સદીની રાહ જોઈને મને દુઃખ થાય છે. તે અમારા માટે હીરો જેવો છે. અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમે એવા ખેલાડીને જોઈશું જેની સરખામણી અમે રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર અથવા વીરેન્દ્ર સેહવાગ સાથે કરી શકીએ. પરંતુ પછી તે આવ્યો, અને અમને સરખામણી કરવા દબાણ કર્યું અને હવે જ્યારે તે છેલ્લા બે વર્ષથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, તે અમને બધાને પરેશાન કરી રહ્યો છે.”
IPL 2022માં પણ કોહલીનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. ખેલાડી સમગ્ર સિઝન દરમિયાન ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. હવે વિરાટ ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે