LATEST

આ વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી કિરોન પોલાર્ડ હવે ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડશે

Pic- mykhel

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન કિરોન પોલાર્ડ આવતા વર્ષે કેરેબિયન અને અમેરિકામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડના કોચિંગ સ્ટાફ સાથે જોડાશે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ (ECB) એ આની જાહેરાત કરી હતી. પોલાર્ડે એપ્રિલ 2022માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે 2012 T20 વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ભાગ હતો.

તેણે પોતાની કારકિર્દીમાં 637 T20 મેચ રમી છે. ECBએ એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે, “વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન કિરોન પોલાર્ડને આગામી વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઈટેડ સ્ટેટ્સમાં યોજાનાર ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની પુરૂષોની કોચિંગ ટીમમાં નિમણૂક કરવામાં આવી છે.”

તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘પોલાર્ડ ટી-20 વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની મેન્સ ટીમમાં આસિસ્ટન્ટ કોચ તરીકે જોડાશે અને સ્થાનિક પરિસ્થિતિ વિશે જાણકારી આપશે.’ પોલાર્ડે 63 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટનશીપ કરી છે. તેણે 101 મેચમાં 1569 રન બનાવ્યા અને 42 વિકેટ લીધી.

આ ઓલરાઉન્ડર મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો પણ મહત્વનો ભાગ હતો જેણે રોહિત શર્માની કપ્તાની હેઠળ ઈન્ડિયન પ્રીમિયર લીગના પાંચ ખિતાબ જીત્યા હતા. પોલાર્ડે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ છોડી દીધી હોવા છતાં, તે હજુ પણ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં સક્રિય છે અને તાજેતરમાં કેરેબિયન પ્રીમિયર લીગની ફાઇનલમાં ટ્રિનબેગો નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે કિરોન પોલાર્ડ T20 ક્રિકેટનો મહાન ખેલાડી માનવામાં આવે છે. જો કે, વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ સાથેના વિવાદોને કારણે તેણે તેની કારકિર્દીના અંતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, પરંતુ વિશ્વભરની T20 લીગમાં રમવાનું ચાલુ રાખ્યું.

Exit mobile version