ન્યુઝીલેન્ડ ક્રિકેટે આ મહિનાના અંતમાં બાંગ્લાદેશ સામે થનારી વનડે અને T20 સીરિઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં ઘણા ઈજાગ્રસ્ત ખેલાડીઓની વાપસી આ જાહેરાતની સૌથી મોટી હાઇલાઇટ બની છે.
ટીમના હેડ કોચ રોબ વોલ્ટરે કહ્યું કે આ ખેલાડીઓએ છેલ્લા થોડા મહિનામાં ખૂબ મહેનત કરી છે અને તેની વાપસી ટીમ માટે મહત્વપૂર્ણ છે.
ઓફ-સ્પિન ઓલરાઉન્ડર ડીન ફોક્સક્રોફ્ટે ઘરઆંગણે શાનદાર પ્રદર્શન બાદ ટીમમાં વાપસી કરી છે. તેણે ફોર્ડ ટ્રોફીમાં ચોથા સૌથી વધુ રન બનાવી પોતાની ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી.
આ સીરિઝમાં ટીમની કમાન ટોમ લેથમ સંભાળશે. નિયમિત વ્હાઇટ-બોલ કેપ્ટન મિશેલ સેન્ટનર હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં વ્યસ્ત છે.
ટીમ 13 એપ્રિલે બાંગ્લાદેશ માટે રવાના થશે અને પ્રથમ વનડે 17 એપ્રિલથી રમાશે.
ન્યૂઝીલેન્ડ વનડે સ્ક્વોડ:
ટોમ લેથમ (કેપ્ટન), મોહમ્મદ અબ્બાસ, આદિત્ય આશોક, ક્રિસ્ટિયન ક્લાર્ક, જોશ ક્લાર્કસન, ડેન ક્લીવેર, ડીન ફોક્સક્રોફ્ટ, નિક કેલી, જેડન લેનોક્સ, હેનરી નિકોલ્સ, વિલ ઓ’રુરકે, બેન સિયર્સ, નેથન સ્મિથ, બ્લેર ટિકનર, વિલ યંગ
ન્યૂઝીલેન્ડ T20 સ્ક્વોડ:
ટોમ લેથમ (કેપ્ટન), કેટીન ક્લાર્ક, ક્રિસ્ટિયન ક્લાર્ક, જોશ ક્લાર્કસન, ડેન ક્લીવેર, મેટ ફિશર, ડીન ફોક્સક્રોફ્ટ, બેવન જેકબ્સ, નિક કેલી, જેડન લેનોક્સ, ટિમ રોબિનસન, બેન સિયર્સ, નેથન સ્મિથ, ઈશ સોઢી, બ્લેર ટિકનર
