અભિનેત્રી અનુષ્કા શર્માએ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે. રિપોર્ટ્સ અનુસાર અનુષ્કા શર્માએ લંડનની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. જેનું નામ અકાય છે. ક્રિકેટર વિરાટ કોહલીએ મંગળવારે આ માહિતી શેર કરી હતી.
વિરાટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “અમારા હૃદયના તળિયેથી અપાર આનંદ અને પ્રેમ સાથે, અમે બધાને શેર કરતા આનંદ અનુભવીએ છીએ કે 15 ફેબ્રુઆરીએ, અમે અમારા બેબી બોય અકાય અને વામિકાના નાના ભાઈનું સ્વાગત કર્યું. અમે અમારા જીવનના આ સુંદર સમયમાં તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માંગીએ છીએ.”
— Virat Kohli (@imVkohli) February 20, 2024
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે અનુષ્કા શર્મા બીજા બાળકને જન્મ આપવા જઈ રહી છે. પરંતુ વિરાટ અને અનુષ્કા બંનેએ મીડિયામાં આ સમાચારને ફેક ગણાવ્યા હતા.
અનુષ્કા ઘણા પ્રસંગોએ તેના બેબી બમ્પને છુપાવતી જોવા મળી હતી. તે જ સમયે, વિરાટ કોહલીએ ભારતમાં રમાઈ રહેલી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાંથી આરામ લીધો છે. વિરાટે અંગત કારણોસર બીસીસીઆઈ પાસેથી આરામની માંગણી કરી હતી. જેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.