ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર લ્યુક રાઈટને ઈંગ્લેન્ડના નવા પુરુષ પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે ઓકલેન્ડ સાથે કોચિંગ અસાઇનમેન્ટ પૂર્ણ કર્યા બાદ આવતા વર્ષે માર્ચમાં આ પદ સંભાળશે.
રાઈટ ઈંગ્લેન્ડના મેન્સ મેનેજિંગ ડિરેક્ટર રોબ કી, પર્ફોર્મન્સ ડિરેક્ટર મો બોબટ, પ્લેયર આઈડી લીડ ડેવિડ કોર્ટ તેમજ સંબંધિત લાલ બોલ અને સફેદ બોલના કોચ અને કેપ્ટન સાથે ટીમ પસંદ કરવાની જવાબદારીઓ શેર કરશે.
ECB સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર તેમના મંતવ્યો પણ ધ્યાનમાં લેવામાં આવશે. રોબ કી દ્વારા આ પદ ફરી શરૂ કરવામાં આવ્યું છે. તેના અગાઉના મેનેજિંગ ડિરેક્ટર, એશ્લે ગિલ્સે પસંદગી પેનલને નાબૂદ કરી હતી, અને સંપૂર્ણ નિયંત્રણ તત્કાલિન મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડને સોંપ્યું હતું. રાઈટે કહ્યું છે કે, “આ ભૂમિકા નિભાવવી એ ખૂબ જ સન્માન અને વિશેષાધિકાર છે, જેના માટે હું અતિ ઉત્સાહિત છું.”
તેણે ઉમેર્યું, “આવતા વર્ષે એશિઝ અને ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સાથે, હું ઇંગ્લેન્ડની પુરૂષ ક્રિકેટ ટીમ સાથે એક શાનદાર વર્ષની રાહ જોઈ રહ્યો છું. ટીમ સાથે શરૂઆત કરવા અને યોગદાન આપવાનો પ્રયાસ કરવા આતુર છું.” દરમિયાન, રોબ કીએ કહ્યું, “આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપની જીત અને અમારી મેન્સ ટેસ્ટ ટીમ માટે સફળ ઉનાળા પછી, મને આનંદ છે કે લ્યુક ઈંગ્લેન્ડના પસંદગીકાર તરીકે જોડાશે.”
Introducing our new Men's Selector, @lukewright204 🤝
— England Cricket (@englandcricket) November 22, 2022
લ્યુક રાઈટે પણ વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે, કારણ કે તે પસંદગીકાર તરીકેની તેની નવી નોકરી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. ઓલરાઉન્ડરે 2003માં ફર્સ્ટ ક્લાસમાં પ્રવેશ કર્યો હતો અને તેણે તમામ ફોર્મેટમાં સસેક્સ માટે 400 થી વધુ મેચ રમી છે. લિસ્ટ A ક્રિકેટમાં 5000થી વધુ રન બનાવવાની સાથે તેણે 111 વિકેટ પણ લીધી છે. આ સિવાય તેણે સૌથી ટૂંકા ફોર્મેટમાં 8526 રન બનાવ્યા છે અને 79 વિકેટ લીધી છે. તેણે મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે 101 મેચ પણ રમી હતી અને 2010માં ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો.