ICCએ ક્રિકેટના ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે અને નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થશે. આ નિયમોના બદલાવથી ક્રિકેટમાં ઘણો બદલાવ આવવાનો છે. આ નિયમો બદલવાથી બેટ્સમેન અને બોલરોને ઘણું નુકસાન થશે. હવે બોલરો બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરી શકશે નહીં.
આ નિયમો 1 ઓક્ટોબરથી બદલાશે:
- હવે જ્યારે કોઈ બેટ્સમેન કેચ આઉટ થશે તો જ નવા બેટ્સમેન સ્ટ્રાઈક પર આવશે. પરંતુ અગાઉ આવું નહોતું.
- બોલરો હવે બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરી શકશે નહીં. આ નિયમ કાયમી ધોરણે લાગુ કરવામાં આવ્યો છે.
- વિકેટ પડ્યા બાદ હવે ટેસ્ટ અને વનડેમાં નવા બેટ્સમેને 2 મિનિટમાં જ સ્ટ્રાઈક લેવા માટે તૈયાર રહેવું પડશે. જ્યારે અગાઉ 3 મિનિટનો સમય મળતો હતો.
- જો કોઈ બેટ્સમેન બોલ રમવા માટે પિચની બહાર જાય છે, તો આ બોલ ડેડ બોલ કહેવાશે અને બેટ્સમેનને કોઈ રન નહીં મળે. પરંતુ જો બોલર બેટ્સમેનને પિચની બહાર જવા માટે દબાણ કરે છે તો તેનાથી બોલરને નુકસાન થશે. તે બોલને નો બોલ કહેવામાં આવશે અને બેટ્સમેનને 5 વધારાના રન આપવામાં આવશે.
- હવે માર્કિંગના નિયમને કાયદેસર કરવામાં આવ્યો છે. તેને રનઆઉટની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે, જેથી હવે રમતની ભાવના પર કોઈ પ્રશ્ન ન થાય.
- પહેલા એવો નિયમ હતો કે જો કોઈ બેટ્સમેન બોલ રમતા પહેલા ક્રિઝની બહાર આવે તો બોલર તેને ફેંકીને રન આઉટ કરી શકે. પરંતુ હવે આ નિયમ હટાવી દેવામાં આવ્યો છે.

