શ્રીલંકન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ મિકી આર્થરે ટી-20 વર્લ્ડ કપ 2021 સમાપ્ત થયા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આર્થરે શ્રીલંકન ક્રિકેટ (SLC)ના વડા શમ્મી સિલ્વા અને શ્રીલંકન ક્રિકેટના CEO એશ્લે ડી સિલ્વાને એક ઈ-મેલ મોકલીને તેમના રાજીનામાની જાણ કરી હતી.
તેણે પોતાના મેઈલની કોપી ટોમ મૂડીને પણ મોકલી, જેઓ શ્રીલંકન ક્રિકેટના ડાયરેક્ટર છે. આર્થરે પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ શ્રીલંકા ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે. વેસ્ટ ઈન્ડિઝ સાથેની બે મેચની ટેસ્ટ શ્રેણી બાદ તે પદ છોડી દેશે.
આર્થરે ટ્વીટ કર્યું કે, “મને દુઃખ છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી પછી શ્રીલંકા સાથેની મારી સફર અહીં પૂરી થશે. મને આ અદ્ભુત દેશમાં કોચિંગની દરેક મિનિટ ગમતી. શ્રીલંકાના ખેલાડીઓ અને જનતાનો ખૂબ ખૂબ આભાર. હું જાણું છું કે શ્રીલંકન ક્રિકેટ પહેલાથી વધુ સારી સ્થિતિમાં છે.
Sad that it is the end of the road with SL after the WI test series!I have loved every minute of coaching this great country!To the players and people of SL a big thank you!
I know SL cricket is in a better place now than when I started!— Mickey Arthur (@Mickeyarthurcr1) November 17, 2021
શ્રીલંકાની ટીમમાંથી અલગ થયા બાદ આર્થર હવે ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્લબ ડર્બીશાયરના કોચની ભૂમિકા સંભાળશે. તેણે ફેબ્રુઆરી 2020માં શ્રીલંકન ટીમના કોચ તરીકેની જવાબદારી સંભાળી હતી. T20 વર્લ્ડ કપમાં ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશને હરાવીને ચોથું સ્થાન મેળવ્યું હતું.
Thank you @DerbyshireCCC and can’t wait to make a difference! https://t.co/ch1nD5EGAX
— Mickey Arthur (@Mickeyarthurcr1) November 17, 2021

