ઈંગ્લેન્ડના શાનદાર ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ 2023ની એશિઝ સિરીઝની શરૂઆત પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે તેને મેસેજ કર્યો અને માત્ર એશિઝ લખી. પછી શું હતું કે મોઈન અલીએ નિવૃત્તિ પાછી લઈને મેદાનમાં ઉતર્યા. આ સમયે તે ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડનો મહત્વનો ખેલાડી છે. સિરીઝની ચોથી મેચમાં મોઇન અલીએ એક મોટો રેકોર્ડ બનાવવાનું કામ કર્યું.
મોઈન અલી હવે એવા ઈંગ્લિશ ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 3000 થી વધુ રન બનાવ્યા છે અને 200 થી વધુ વિકેટ લીધી છે. બાકીની દુનિયામાં અત્યાર સુધી માત્ર 16 ખેલાડીઓ જ આવું કરી શક્યા છે. ઈંગ્લેન્ડમાં ઈયાન બોથમ નંબર વન પર છે. તેણે ઈંગ્લેન્ડ માટે 5200 રન બનાવ્યા છે અને 383 વિકેટ પણ લીધી છે. આ સાથે જ એન્ડ્રુ ફ્લિન્ટોફે 3795 રન અને 219 વિકેટ ઝડપી છે.
બીજી તરફ સ્ટુઅર્ટ બ્રોડની વાત કરીએ તો તેને સામાન્ય રીતે બોલર માનવામાં આવે છે, પરંતુ તેણે 3640 રન બનાવવાની સાથે 600 વિકેટ પણ લીધી છે. હવે મોઇન અલીએ 3000થી વધુ રન બનાવ્યા છે અને તેના નામે 201 વિકેટ છે.
