પેરિસ ઓલિમ્પિકનો 13મો દિવસ ભારતની સાથે પાકિસ્તાનની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ પેરિસમાં રમવાની છે. જણાવી દઈએ કે, આ મેચ ક્રિકેટ નથી પરંતુ ‘ભાલા ફેંક’ની મેચ થવાની છે.
અરશદ નદીમ સાથે કરોડો પાકિસ્તાનીઓની આશાઓ જોડાયેલી છે. ફાઈનલ રાઉન્ડ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓએ 27 વર્ષીય ભાલા ફેંકનારને અભિનંદન પાઠવ્યા છે. ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન શાન મસૂદે તેને ફાઈનલ માટે ક્વોલિફાય કરવા બદલ સૌ પ્રથમ અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય તેણે આગામી મેચ માટે કહ્યું છે કે, અમારી શુભકામનાઓ અને પ્રાર્થના તમારી સાથે છે. અમે પણ ખૂબ જ ચિંતા સાથે રાહ જોઈ રહ્યા છીએ. ઈન્શાઅલ્લાહ, મને પૂરી આશા છે કે તમે પાકિસ્તાન માટે મેડલ લાવશો.
પાકિસ્તાન માટે તમારી સિદ્ધિઓ હું કહી શકું તેટલી ઓછી છે. તમે રોલ મોડલ છો. અમને પૂરી આશા છે કે તમે 8મી ઓગસ્ટે પાકિસ્તાનનો ધ્વજ લહેરાવશો અને પોડિયમ પર પણ કબજો કરશો.
શાન મસૂદ ઉપરાંત તાજેતરમાં જ પાકિસ્તાન ટીમમાં વાઈસ કેપ્ટનની જવાબદારી મેળવનાર યુવા ખેલાડી સઈદ શકીલે કહ્યું છે કે, અરશદ નદીમને ફાઈનલ માટે ક્વોલિફાઈ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અમને ઘણી આશા છે કે તમે પેરિસ ઓલિમ્પિકમાં પાકિસ્તાન માટે ગોલ્ડ મેડલ લાવશો.
Supporting our star Arshad Nadeem 🌟
Pakistan team wishes Arshad all the best ahead of the Men’s Javelin Throw final at the Paris Olympics tonight 👏 pic.twitter.com/qOqvewkRkp
— Pakistan Cricket (@TheRealPCB) August 8, 2024