LATEST

ન કોહલી, ન રોહિત, ન ધોની આફ્રિદીએ તેની ઓલ-ટાઇમ ઇલેવનનીમાં આને સ્થાન આપ્યું

દેશબંધુ સઇદ અનવર અને એડમ ગિલક્રિસ્ટને ઓપનર તરીકે પસંદ કર્યા છે…

 

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર તેની ઓલ-ટાઇમ ઈલેવનની ટીમ પસંદ કરી છે. આ ટીમમાં તેણે પાકિસ્તાનના પાંચ, ઓસ્ટ્રેલિયાના ચાર, ભારત અને દક્ષિણ આફ્રિકાના એક-એક ખેલાડીને સ્થાન આપ્યું છે.

તેણે પોતાના દેશબંધુ સઇદ અનવર અને એડમ ગિલક્રિસ્ટને ઓપનર તરીકે પસંદ કર્યા છે. આ રિકી પોન્ટિંગ બાદ સચિન તેંડુલકર અને ઈન્ઝામમ-ઉલ-હકને મધ્યમ ક્રમમાં મૂકવામાં આવ્યા છે. આ ટીમમાં તેણે ફક્ત એક જ ઓલરાઉન્ડરને સ્થાન આપ્યું છે અને તે છે દક્ષિણ આફ્રિકાના જેક કાલિસ.

નોંધપાત્ર વાત એ છે કે, આફ્રિદી મર્યાદિત ઓવર ક્રિકેટમાં વિશ્વના ટોચના ઓલરાઉન્ડરોમાં સામેલ છે. તેણે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

શાહિદ આફ્રિદીની ઓલટાઇમ ઇલેવન:

સઇદ અનવર, એડમ ગિલક્રિસ્ટ, રિકી પોન્ટિંગ, સચિન તેંડુલકર, ઈન્ઝામમ-ઉલ-હક, જેક કાલિસ, રાશિદ લતીફ, વસીમ અકરમ, શોએબ અખ્તર, ગ્લેન મેકગ્રા, શેન વોર્ન

Exit mobile version