LATEST

ICC પ્લેયર ઓફ ધ મન્થનું નોમિનેશનમાં એક પણ ભારતીયને સ્થાન ન મળ્યું

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ડિસેમ્બર 2022 માટે પ્લેયર ઓફ ધ મન્થ માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાકિસ્તાનના બાબર આઝમ, ઈંગ્લેન્ડના હેરી બ્રુક્સ અને ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને સ્થાન મળ્યું છે.

બાંગ્લાદેશ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં કોઈ ભારતીય ખેલાડી આ યાદીમાં સ્થાન મેળવી શક્યો નથી.

બાબર આઝમની વાત કરીએ તો પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરીને પોતાનું ફોર્મ ચાલુ રાખ્યું છે. સુકાનીપદના દબાણ છતાં, બાબરે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામેની તમામ ટેસ્ટમાં રન બનાવ્યા, જોકે તેની ટીમ એક પણ મેચ જીતવામાં નિષ્ફળ રહી. આ દરમિયાન બાબરે 8 ઇનિંગ્સમાં બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી હતી. ડિસેમ્બર મહિનામાં પાકિસ્તાની કેપ્ટને 65.37ની શાનદાર એવરેજથી બેટ વડે 523 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુક્સનું ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ વર્ષ શાનદાર રહ્યું હતું. આ બેટ્સમેને ઈંગ્લેન્ડને પાકિસ્તાન સામે 3-0થી શ્રેણી જીતવામાં મદદ કરી હતી. પાકિસ્તાન પ્રવાસ પર, બ્રુક્સે 93.60 ની ઉત્કૃષ્ટ સરેરાશ સાથે બેટ વડે 468 રન બનાવ્યા હતા. આ દરમિયાન બ્રુક્સના બેટમાંથી ત્રણ સદીની ઇનિંગ્સ નીકળી હતી. આ શાનદાર પ્રદર્શનના કારણે તેને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

આ યાદીમાં ત્રીજું નામ ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડનું છે, જેનું બેટ પણ વર્ષના છેલ્લા મહિનામાં જોરદાર બોલે છે. બ્રુક્સની જેમ હેડે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. હેડની તોફાની બેટિંગનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે ડિસેમ્બર 2022માં તેના બેટથી 91ની એવરેજથી 455 રન થયા હતા. આ દરમિયાન તેણે બોલિંગમાં પણ યોગદાન આપતાં બે વિકેટ ઝડપી હતી.

Exit mobile version