ભારતીય ટીમ હાલમાં જ ઈંગ્લેન્ડના પ્રવાસેથી આવી છે જ્યાં ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યાર બાદ ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન બદલવાની માંગ તેજ થઈ ગઈ હતી.
જેમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીએ પણ વહેતી ગંગામાં છલાંગ લગાવી હતી. તે જ સમયે, ચાહકોએ પણ સોશિયલ મીડિયા પર રોહિત શર્માના ડબ્લ્યુટીસીમાં પ્રદર્શન પછી કેપ્ટન બદલવાને લઈને હોબાળો શરૂ કર્યો. તેથી જો ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટન બદલાશે તો શ્રેષ્ઠ કેપ્ટન તરીકે કોણ ઉભરી આવશે?
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાનું છેલ્લા કેટલાક સમયથી પ્રદર્શન એવું નથી રહ્યું કે ટીમ કોઈ પણ ઈન્ટરનેશનલ કપ જીતી શકે. સુકાનીપદમાં નિષ્ફળતાને કારણે ઘણી વખત રોહિત શર્માને સુકાનીપદેથી હટાવવાની વાત થઈ રહી છે. બીજી તરફ વર્તમાન સમયમાં ટેસ્ટમાં કેપ્ટનશીપની વાત કરીએ તો તેમાં શ્રેયસ ઐય્યર આવે છે. ઐય્યરે IPLમાં પોતાની કેપ્ટનશીપમાં ટીમનું સારું પ્રદર્શન કર્યું છે.
શ્રેયસ અય્યરે બહુ ઓછા સમયમાં ટેસ્ટ કેપ્ટનશિપની રેસમાં ઘણા મહત્વના ખેલાડીઓને હરાવ્યા છે. અય્યરે ટેસ્ટમાં બહુ ઓછી મેચ રમી છે પરંતુ તેણે તેમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. અય્યરે અત્યાર સુધી 10 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 16 ઇનિંગ્સમાં 65.81ના સ્ટ્રાઇક રેટથી 666 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. આ સાથે તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. અય્યરે 65 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચોની 110 ઇનિંગ્સ રમીને 78.69 સ્ટ્રાઇક રેટથી 5366 રન બનાવ્યા છે.
