લાહોરમાં ફાઈનલ રમવામા આવી હતી. મને લાગે છે કે તે યોગ્ય દિશામાં એક નાનું પગલું હતું…
લાહોરમાં, શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર 2009 દરમિયાન એક આતંકવાદી હુમલો થયો હતો, ત્યારબાદ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અંત આવી ગયો હતો. જો કે, 2019માં, ફરી એકવાર પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પુનસ્થાપિત કરવામાં આવ્યું છે. પરંતુ હજી ઘણી એવી ટીમો છે જેઓ આ ઘટના બાદથી પાકિસ્તાન રમી નથી. આવી સ્થિતિમાં, વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ખેલાડી ડેરેન સેમીએ પાકિસ્તાનમાં વિદેશી ખેલાડીઓની સલામતી વિશે વાત કરી હતી, સુરક્ષા જોખમ ધીમે ધીમે ઘટતું જાય છે.
સેમીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનમાં સુરક્ષાની સારી વ્યવસ્થા હોવાને કારણે હવે ખેલાડીઓ પાકિસ્તાનની મુલાકાત લેવાનો વિશ્વાસ અનુભવે છે. તેણે કહ્યું કે હવે ટીમો તે દેશની મુલાકાત લઈ રહી છે. તેણે કહ્યું, મને યાદ છે કે પીએસએલની બીજી સીઝનમાં એક નાનું પગલું ભરવામાં આવ્યું હતું અને લાહોરમાં ફાઈનલ રમવામા આવી હતી. મને લાગે છે કે તે યોગ્ય દિશામાં એક નાનું પગલું હતું.

