પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પોતાના ખેલાડીઓને સારા સમાચાર આપી શકે છે. બોર્ડ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર ખેલાડીઓના પગાર અને ફીમાં 10 થી 15 ટકાનો વધારો કરવાનો નિર્ણય લઈ રહ્યું છે.
હાલમાં 20 પાકિસ્તાની ખેલાડીઓ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર છે. તેમનો કોન્ટ્રાક્ટ 30 જૂને પૂરો થઈ રહ્યો છે. આ સાથે ખેલાડીઓની બદલી, પ્રમોશન અને ડિમોટ કરવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ખેલાડીઓને અલગ-અલગ કેટેગરીમાં બદલવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 જૂને નવો કોન્ટ્રાક્ટ જારી કરવામાં આવશે.
ડાબા હાથના ઓલરાઉન્ડર ખુશદિલ શાહ, મોહમ્મદ વસીમ જુનિયર અને હરિસ રઉફને કોન્ટ્રાક્ટ પર પ્રમોટ કરવામાં આવી શકે છે. સાથે જ પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદ, લેગ સ્પિનર યાસિર શાહને કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરી શકાય છે.
પાકિસ્તાનનું તાજેતરનું ફોર્મ કંઈ ખાસ રહ્યું નથી. ટીમને હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે તેની ધરતી પર ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ પાકિસ્તાને વનડે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર T20 મેચ ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે જીતી લીધી હતી.