LATEST

પાકિસ્તાની ખેલાડીએ રચ્યો ઈતિહાસ, 1 ઓવરમાં 4 વિકેટ લીઘી

પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ પોતાની બોલિંગ વડે ઈતિહાસ રચીને આગામી ODI વર્લ્ડ કપ 2023 માટે પોતાની હાજરીની જાહેરાત કરી છે. વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચ માટે તમામ ખેલાડીઓ પોતપોતાની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન શાહીન આફ્રિદીએ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા T20 બ્લાસ્ટમાં પોતાની ખતરનાક બોલિંગથી પહેલી જ ઓવરમાં 4 વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો છે.

શુક્રવારે રાત્રે ટ્રેન્ટ બ્રિજ મેદાનમાં નોટિંગહામશાયર અને બર્મિંગહામ બેયર્સ વચ્ચે મેચ રમાઈ હતી. નોટિંગહામશાયર તરફથી રમતા શાહીન આફ્રિદીએ પહેલી જ ઓવરમાં મેચનો કોર્સ નક્કી કરી લીધો હતો. તેણે બર્મિંગહામની ઇનિંગ્સમાં તેની પહેલી જ ઓવરમાં 4 વિકેટ લીધી હતી.

તમને જણાવી દઈએ કે શાહીન આફ્રિદી ટી20 બ્લાસ્ટમાં સતત શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે 13 મેચમાં 8.65ના ઈકોનોમી રેટથી 20 વિકેટ લીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, આફ્રિદીએ તાજેતરમાં ચાર વનડેમાં આઠ વિકેટ ઝડપી હતી. પાકિસ્તાની ઝડપી બોલર હવે ગાલેમાં રવિવાર (16 જુલાઈ)થી શરૂ થનારી શ્રીલંકા સામેની આગામી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખવા પર નજર રાખશે.

Exit mobile version