LATEST

પાકિસ્તાનનો ઐતિહાસિક નિર્ણય, પંજાબના મુખ્યમંત્રી બનાવ્યા PCBના નવા અધ્યક્ષ

pic- Cricowl

પાકિસ્તાન ક્રિકેટ ટીમે તાજેતરમાં ન્યુઝીલેન્ડના પ્રવાસ પર 5 T20I મેચોની શ્રેણી રમી હતી. જેમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે અને ટીમને 4-1થી હારનો સામનો કરવો પડ્યો છે.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ બાબર આઝમને T20ની કેપ્ટનશીપથી હટાવીને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને ટીમના નવો કેપ્ટન બનવ્યો હતો.

પરંતુ શાહીન આફ્રિદીની કપ્તાનીમાં ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. આ દરમિયાન PCBએ એક મોટો નિર્ણય લીધો છે અને પંજાબના મુખ્યમંત્રીને બોર્ડના નવા અધ્યક્ષ બનાવ્યા છે. આ પંજાબ ભારતનું નહીં, પાકિસ્તાનનું છે.

તમને જણાવી દઈએ કે, પૂર્વ PCB અધ્યક્ષ મુહમ્મદ ઝકા અશરફે તાજેતરમાં PCB અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ હવે પીસીબીએ પંજાબ (પાકિસ્તાન)ના કાર્યવાહક મુખ્યમંત્રી મોહસિન નકવીને નવા અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે.

તમને જણાવી દઈએ કે પીસીબીના પૂર્વ અધ્યક્ષ મુહમ્મદ ઝકા અશરફના રાજીનામાનું મુખ્ય કારણ શૈક્ષણિક લાયકાત માનવામાં આવે છે. કારણ કે, ઝકા અશરફે ગ્રેજ્યુએટ પણ કર્યું ન હતું. જેના કારણે તેમને આ પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. તે જ સમયે, હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મોહસીન નકવીના નેતૃત્વમાં કામ કરશે.

જ્યારે એક પત્રકારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના નવા અધ્યક્ષ મોહસિન નકવીને PCBના નવા અધ્યક્ષ બનવા વિશે પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે, ‘હું ક્રિકેટના પ્રશ્નોને જલ્દી ઉકેલવાનો પ્રયાસ કરીશ. ક્રિકેટમાં સુધારો ખૂબ જ જરૂરી છે. મને દેશની સેવા કરવાની જે જવાબદારી સોંપવામાં આવી છે તે હું નિભાવીશ. મેં મારી કેબિનેટમાં એક ક્રિકેટરને મંત્રી પણ બનાવ્યો છે.

હવે 17 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) રમવાની છે. આ લીગની અંતિમ મેચ 18 માર્ચે રમાશે. જ્યારે આ પછી ટીમને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાનું છે જ્યાં તેને ઈંગ્લેન્ડ સાથે 4 T20 મેચોની શ્રેણી રમવાની છે.

Exit mobile version