ભારત ખૂબ જ ગંભીર સ્વાસ્થ્ય સંકટથી પીડાઈ રહ્યું છે..
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021માં કોલકાતા નાઈટ રાઇડર્સ ફ્રેન્ચાઇઝી ટીમ તરફથી રમતા ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સે સ્પષ્ટ કર્યું છે કે તેણે કોવિડ -19 રોગચાળો સામેના યુદ્ધને સમર્થન આપવા માટે ભારતને આ રકમ દાનમાં આપી છે. પરંતુ તેને પીએમ કેયર્સ ફંડમાં આપ્યું નથી. કમિન્સ જણાવ્યું હતું કે તેમણે યુનિસેફ ઓસ્ટ્રેલિયાની ભારત કોવિડ-19 કટોકટી અપીલ માટે 50 હજાર ડોલર દાન આપ્યું છે.
ભારત ખૂબ જ ગંભીર સ્વાસ્થ્ય સંકટથી પીડાઈ રહ્યું છે અને 27 વર્ષિય ફાસ્ટ બોલરે સોમવારે કોવિડના વધતા જતા કેસો સાથે સંઘર્ષ કરી રહેલી હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય માટે દાનની જાહેરાત કરી. યુનિસેફ ઓસ્ટ્રેલિયાને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) નાણાકીય સહાયતા આપ્યા પછી કમિન્સને તેમનો વિચાર બદલી નાખ્યો હોય તેવું લાગી રહ્યું છે. પેટ કમિન્સે આ જાણકારી તેના ટ્વિટર દ્વારા આપી છે.
Terrific work @CricketAus
FYI I ended up allocating my donation to UNICEF Australia’s India COVID-19 Crisis Appeal.
If you’re able to, please join many others in supporting this here https://t.co/SUvGjlGRm8 https://t.co/1c0NE9PFdO
— Pat Cummins (@patcummins30) May 3, 2021

