LATEST

પેટ કમિન્સની માતા મારિયાનું સિડનીમાં લાંબી માંદગી બાદ થયું અવસાન

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સની માતા મારિયા કમિન્સનું શુક્રવારે સિડનીમાં અવસાન થયું હતું. મારિયાએ લાંબી બીમારી બાદ શુક્રવારે અંતિમ શ્વાસ લીધા હતા.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને BCCIએ પેટ કમિન્સ અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટ્વીટ કર્યું, ‘મારિયા કમિન્સના નિધનથી અમે ખૂબ જ દુખી છીએ. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વતી અમે પેટ, કમિન્સ પરિવાર અને તેમના મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.

કમિન્સની માતાને 2005માં બ્રેસ્ટ કેન્સર થયું હતું. તે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગંભીર બીમારી સામે લડી રહી હતી. બીસીસીઆઈએ પણ એક નિવેદન જાહેર કર્યું છે. BCCIએ ટ્વીટ કર્યું, ‘ભારતીય ક્રિકેટ વતી અમે પેટ કમિન્સની માતાના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ. અમારા વિચારો અને પ્રાર્થનાઓ આ મુશ્કેલ સમયે કમિન્સ અને તેમના પરિવાર સાથે છે.

પેટ કમિન્સ દિલ્હી ટેસ્ટ પછી તરત જ ઘરે પરત ફર્યો હતો. તેની માતા તે સમયે હોસ્પિટલમાં દાખલ હતી, અને કમિન્સને લાગ્યું કે આ સમયે તેના પરિવાર સાથે રહેવું તેના માટે શ્રેષ્ઠ છે.

Exit mobile version