LATEST

WTC માંં ભૂલો માટે ખેલાડીઓને આવો આકર દંડ કરવો જોઈએ

ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ (WTC ફાઇનલ 2023) મેચ ઇંગ્લેન્ડના ઓવલ ખાતે રમાઇ હતી. આ મેચમાં આઈસીસી દ્વારા ધીમી ઓવર રેટ માટે બંને ટીમોને દંડ ફટકારવામાં આવ્યો છે. ICCS એ મેચ બાદ બંને ટીમો પર આ દંડ લગાવ્યો છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે 209 રનથી જીતીને ચેમ્પિયન બની હતી. આ દરમિયાન ઈંગ્લેન્ડ ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ધીમી ઓવર રેટને લઈને આઈસીસીને એક વિચિત્ર સૂચન આપ્યું છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડની ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ધીમી ઓવર રેટ માટે બંને ટીમોને દંડ ફટકાર્યા બાદ તેના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને આઈસીસીને સૂચન કર્યું છે. વોએ ICCને પત્ર લખીને સૂચન કર્યું છે કે ICCએ ધીમી ઓવર રેટ માટે પ્રતિ ઓવર 20 રનનો દંડ લગાવવો જોઈએ.

તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ ટીમ ઈન્ડિયાને બે મોટા ઝટકા લાગ્યા છે. એક, ટીમ આટલા લાંબા સમય પછી પણ ચેમ્પિયન નથી બની શકી અને બીજું, ICCએ સ્લો ઓવર રેટ માટે ભારત પર 100 ટકા દંડ લગાવ્યો છે. તે જ સમયે, ICCએ ઓસ્ટ્રેલિયાને પણ તેના દાયરામાં લીધું છે, પરંતુ કાંગારૂઓનો દંડ ભારત કરતા 20 ટકા ઓછો છે. હકીકતમાં ICCએ ધીમી ઓવર રેટ માટે ઓસ્ટ્રેલિયાને 80 ટકા દંડ ફટકાર્યો છે.

Exit mobile version