ટ્વીટમાં મેદાનનો ફોટો દેખાઈ રહ્યો છે જેમાં કેટલાક ફિલ્ડરો પણ નજરે પડે છે…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શહેરની મુલાકાત દરમિયાન વિમાનમાંથી લેવામાં આવેલા એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમનો ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો.
વડા પ્રધાને જ્યારે આ ફોટો શેર કર્યો હતો, ત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચનો બીજો દિવસ ચેન્નઇના આ ગ્રાઉન્ડ પર ચાલી રહ્યો હતો. આ ટ્વીટમાં મેદાનનો ફોટો દેખાઈ રહ્યો છે જેમાં કેટલાક ફિલ્ડરો પણ નજરે પડે છે.
નરેન્દ્ર મોદીએ લખ્યું, “મને ચેન્નઇમાં વિમાન દ્વારા ચાલી રહેલી રોમાંચક ટેસ્ટ મેચ જોવાની તક મળી.”
Caught a fleeting view of an interesting test match in Chennai.
pic.twitter.com/3fqWCgywhk — Narendra Modi (@narendramodi) February 14, 2021

