ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ વર્તમાન ભારતીય સુકાની રોહિત શર્મા અને ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી વચ્ચેના અણબનાવના મીડિયા અહેવાલોને રદિયો આપ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે અણબનાવના સમાચાર ઘણી વખત મીડિયામાં આવી ચૂક્યા છે, પરંતુ કેટલાક સમયથી આ બંને વચ્ચે ઘણો તાલમેલ જોવા મળ્યો હતો.
પરંતુ આ દરમિયાન એક વખત આ બંને વચ્ચેના સંબંધો ખરાબ હોવાના સમાચારો ચાલી રહ્યા છે. પરંતુ ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી માને છે કે કોહલી અને રોહિત વચ્ચે બધુ બરાબર છે, મીડિયાના કારણે જ આવા અહેવાલો આવે છે.
2017 ચેમ્પિયન્સ ટ્રોફી પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રવિ શાસ્ત્રીને ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા. તેઓ ચાર વર્ષથી વધુ સમય સુધી ટીમના કોચ રહ્યા અને આ દરમિયાન ટીમના કેપ્ટન વિરાટ કોહલી હતા.
રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલી વિરુદ્ધ રોહિત શર્માની ચર્ચા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમની પાસે આવા કોઈ સમાચાર માટે સમય નથી. શાસ્ત્રીનો દાવો છે કે આ મીડિયાનો ટાઈમપાસ હતો. શાસ્ત્રીએ આ અફવા પાછળ મીડિયાકર્મીઓને જવાબદાર ઠેરવ્યા છે.
કોહલી અને રોહિત વચ્ચે અણબનાવના અહેવાલો પર રવિ શાસ્ત્રીએ વિમલ કુમારની યુટ્યુબ ચેનલ પર કહ્યું, “વો સબ ભાડ મેં ગયા યાર! તમારા માટે આ બધો ટાઈમપાસ છે. બધું બરાબર છે. તેઓ સદીની ભાગીદારી બનાવી રહ્યા છે અને તમે લોકો વાહિયાત વાતો કરી રહ્યા છો. મારા માટે આ બધી નાની બાબતો છે અને હું આવી બાબતોમાં સમય બગાડતો નથી.