ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થઈ ગઈ છે. IPL માટે આ વખતે મોટાભાગની ટીમનો કેપ્ટન ભારતીય ખેલાડી છે. વળી, હવે ભારતીય ટીમનો કેપ્ટન કોણ હશે? આ અંગે વાતચીત શરૂ થઈ છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્માને ભારતીય ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા લાંબા સમય સુધી ભારતીય ટીમનું સુકાન સંભાળી શકશે નહીં. જે બાદ સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટ ટીમને તેના નવા કેપ્ટનની જરૂર પડશે. જેના માટે ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ BCCIને કેટલાક ખેલાડીઓના નામ પર ચર્ચા કરવાનો સંકેત આપ્યો છે.
બધા જાણે છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ મેચ રમાઈ ગઈ છે. આ મેચ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ખેલાડી સુરેશ રૈના અને ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પહેલીવાર હિન્દી કોમેન્ટ્રી કરતા જોવા મળ્યા હતા. આ સાથે રવિ શાસ્ત્રીનું માનવું છે કે હવે BCCI ભારતીય ટીમ માટે કેપ્ટનની શોધ શરૂ કરશે. રોહિત શર્માને ભારતીય ટીમનો કેપ્ટન બન્યાને લાંબો સમય થયો નથી. પરંતુ તેની ઉંમરના હિસાબે તે લાંબા સમય સુધી ભારતીય ટીમના કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે નહીં.
ઈન્ડિયન પ્રીમિયર લીગની દિલ્હી ફ્રેન્ચાઈઝીના કેપ્ટન ઋષભ પંત, લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ અને કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરને ભારતીય ટીમની કેપ્ટનશિપમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે IPLની આ સિઝનમાં અમારા ખેલાડીઓના પ્રદર્શનની સાથે ભારતીય ટીમની કેપ્ટનશિપ કયા ખેલાડીને સોંપવામાં આવી શકે છે? આ વિશે વાત કરી છે. તેણે કહ્યું કે ઋષભ પંત, કેએલ શર્મા અને શ્રેયસ અય્યરનું નામ આ મુદ્દામાં સૌથી આગળ છે.
રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે વિરાટ કોહલીએ 33 વર્ષમાં કેપ્ટન્સી છોડી દીધી છે. જ્યારે રોહિત શર્મા 34 વર્ષનો છે, તેના માટે વધુ સમય સુધી કેપ્ટન રહેવું શક્ય નથી.