LATEST

ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરતા જ રવીન્દ્ર જાડેજાએ નવો રેકોડ બનાવ્યો

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેની 300મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો છે. આ આંકડા સુધી પહોંચનાર તે ભારતનો 15મો ખેલાડી બન્યો છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ડેવિડ વોર્નર સંપૂર્ણ રીતે ફિટ ન હોવાના કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે, તેના સ્થાને મિચેલ માર્શ ઇનિંગની શરૂઆત કરશે. યુઝવેન્દ્ર ચહલને ભારતીય ટીમમાં તક મળી નથી, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સ્પિન બોલિંગની જવાબદારી સંભાળશે.

ટિમ આ પ્રકારે છે :

ભારત (પ્લેઈંગ ઈલેવન): શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટમાં), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (સી), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી

ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન): ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ (સી), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટમાં), કેમરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે (17 માર્ચ) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ ચાલી રહી છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા આ મેચ માટે ભારતીય ટીમનો ભાગ નથી, તેના સ્થાને હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળશે. ઓસ્ટ્રેલિયાની ટીમનું સુકાન સ્ટીવ સ્મિથ પાસે છે.

Exit mobile version