LATEST

રવિન્દ્ર જાડેજા: મારે ઓલરાઉન્ડર ન હતું બનવું, પરંતુ આ મારુ મોટું સપનું હતું

ભારતના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે શરૂઆતના દિવસોમાં તે ઓલરાઉન્ડર નહીં પણ ફાસ્ટ બોલર બનવા માંગતો હતો.

જાડેજાએ સ્ટાર સ્પોર્ટ્સના કાર્યક્રમ ‘સ્ટાર્સ ઓન સ્ટાર’માં કહ્યું, ‘જ્યારે મેં ઘણા સમય પહેલા ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે હું ફાસ્ટ બોલર બનવા માંગતો હતો. મને અન્ય ફાસ્ટ બોલરોને બાઉન્સર બોલતા જોવાનું પસંદ હતું. તેને જોઈને મને પણ લાગતું હતું કે હું પણ બેટ્સમેનોને બાઉન્સર ફેંકીશ, પરંતુ મારી પાસે એટલી સ્પીડ નહોતી.

તેણે કહ્યું, “મેં માહી ભાઈને કહ્યું કે મારી ક્રિકેટ સફર જામનગરમાં મારા કોચ મહેન્દ્ર સિંહ ચૌહાણ અને ચેન્નાઈ સુપર કિંગ્સમાં મારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે રહી છે. મારી ક્રિકેટની સફર આ બે મહિન્દ્રા વચ્ચે જ રહી છે.”

સ્ટાર સ્પોર્ટ્સે 31 માર્ચથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભાગરૂપે આ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. સ્ટાર પાસે IPLના ટીવી પ્રસારણ અધિકારો છે, જ્યારે ટૂર્નામેન્ટનું ડિજીટલ પ્રસારણ Jio દ્વારા કરવામાં આવશે. IPLની આ સિઝનની શરૂઆત ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ વચ્ચેની મેચથી થશે. જાડેજા વર્ષોથી ચેન્નાઈ માટે મહત્ત્વનો ખેલાડી રહ્યો છે અને આ લીગે તેની રમતને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જાડેજાએ ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ પોતાની રમતમાં સુધારો કરવાનો શ્રેય આપ્યો હતો.

Exit mobile version