તાજેતરમાં જ ઈંગ્લેન્ડની ટેસ્ટ કેપ્ટનશીપ છોડનાર જો રૂટને વિઝડન ક્રિકેટર ઓફ ધ યર માટે અગ્રણી ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
2021માં તેના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 15 ટેસ્ટ મેચમાં 61ની એવરેજથી 1,708 રન બનાવ્યા છે. પરંતુ તેમ છતાં તેની કપ્તાનીમાં ઈંગ્લેન્ડની ટીમ છેલ્લી 17 ટેસ્ટ મેચોમાં માત્ર એક જ જીત નોંધાવવામાં સફળ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની હાર બાદ, તેના સુકાની પદ છોડવાની અટકળો વહેતી થઈ હતી.
આ યાદીમાં બે ભારતીય ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહને ટોપ 5 ખેલાડીઓમાં સ્થાન મળ્યું છે. રોહિત શર્માએ ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડ સામે રમાયેલી ચાર ટેસ્ટમાં 52ની એવરેજથી 368 રન બનાવ્યા, જેમાં લોર્ડ્સમાં તેના શાનદાર 83 રનનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે ઓવલમાં 127 રનની ઇનિંગ રમી હતી.
રોહિત ઉપરાંત જસપ્રિત બુમરાહે પણ ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચાર ટેસ્ટ મેચમાં 20ની એવરેજથી 18 વિકેટ લીધી હતી. આ બંનેના શાનદાર પ્રદર્શન બાદ ભારતે 2-1ની લીડ મેળવી હતી. શ્રેણીની પાંચમી મેચ જુલાઈમાં રમાશે. આ બે ઉપરાંત ડેવન કોનવે, ઓલી રોબિન્સન અને વેન નીકર જેવા ખેલાડીઓ ટોપ 5 ક્રિકેટરોમાં સામેલ છે. કનવે લોર્ડ્સમાં તેની પ્રથમ ટેસ્ટ ઇનિંગમાં 200 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેણે આગામી મેચમાં 80 રન ફટકારીને ન્યૂઝીલેન્ડને 22 વર્ષ બાદ ઈંગ્લેન્ડ સામે જીતવામાં મદદ કરી.
It is the first time that two Indian players have received the award in the same year.
Congratulations, @Jaspritbumrah93 and @ImRo45! https://t.co/F9LDIwXcKj
— Wisden India (@WisdenIndia) April 20, 2022