રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર બેટિંગ કરી હતી. આ બંને ખેલાડીઓએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસે 4 વિકેટ ગુમાવીને 288 રન બનાવ્યા છે. રોહિત-યશસ્વીએ પોતાની ધમાકેદાર બેટિંગથી મોટો રેકોર્ડ બનાવ્યો છે અને સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ જેવા દિગ્ગજ ખેલાડીઓની બરાબરી કરી છે. ચાલો તેના વિશે જાણીએ.
વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 159 રનની ભાગીદારી કરી ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં આ બંને ખેલાડીઓએ 229 રનની ભાગીદારી કરી હતી. રોહિત-યશસ્વીનું નામ એ ભારતીય જોડીમાંથી એક બની ગયું છે, જેમણે સતત બે વખત ઓપનિંગ કરતા સદીની ભાગીદારી કરી છે.
વિદેશી ધરતી પર સતત 2 સદીની ભાગીદારી સાથે ઓપનિંગ જોડી: 1. સુનીલ ગાવસ્કર-ચેતન ચૌહાણ – 2 વખત (ઇંગ્લેન્ડ 1979) 2. આકાશ ચોપરા – વીરેન્દ્ર સેહવાગ – 2 વખત (ઓસ્ટ્રેલિયા 2003-2004) 3. વસીમ જાફર અને વીરેન્દ્ર સેહવાગ – 2 વખત (વેસ્ટ ઈન્ડિઝ 2006) 4. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા – 2 વખત (વેસ્ટ ઈન્ડિઝ 2003)
