ક્રિકેટના ભગવાન કહેવાતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે શુક્રવારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસમાં નકલી જાહેરાતો અંગે FIR નોંધાવી છે.
સચિને લોકોને છેતરવા માટે જાહેરાતમાં પોતાનો અવાજ, ફોટો અને ઓળખનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવતા ફરિયાદ નોંધાવી છે. પોલીસ સાયબર સેલ દ્વારા આઈપીસીની કલમ 426, 465 અને 500 હેઠળ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સચિન તેંડુલકરના નામે એક નકલી વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેંડુલકર તેની પ્રોડક્ટનું સમર્થન કરે છે. તેણે એક વેબસાઈટ ‘sachinhealth.in’ વિશે પણ માહિતી આપી જે તેંડુલકરની તસવીરનો ખોટી રીતે ઉપયોગ કરીને આ ઉત્પાદનોનો પ્રચાર કરી રહી હતી. જ્યારે સચિનને આ વાતની જાણ થઈ તો તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે તેણે આ ફરિયાદ કઈ કંપની કે જાહેરાત સામે કરી છે.
Maharashtra | Former cricketer Sachin Tendulkar lodges a Police complaint at Mumbai Crime Branch, over his name, photo and voice being used in "fake advertisements" on the internet to dupe people. Case registered by Mumbai Police Cyber Cell against unidentified people under… pic.twitter.com/skkfDYa1eP
— ANI (@ANI) May 13, 2023
સચિન તેંડુલકરે પણ ટ્વિટ કરીને આ મામલાની જાણકારી આપી છે. જેમાં સચિનની મેનેજમેન્ટ કંપની વતી નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે ‘સમાજને સુરક્ષિત રાખવા માટે આવા કેસોની તપાસ થવી જોઈએ’.
Access to trustworthy products is essential. Use the platform's reporting and blocking tools to keep our communities safe. Let's be proactive in creating a safer online environment. pic.twitter.com/JZR1FZTJtj
— Sachin Tendulkar (@sachin_rt) May 12, 2023
A drug company was using Sachin's image on their website claiming he endorsed their product. pic.twitter.com/9xu4jZ6lXq
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 13, 2023