પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદે બંને વિકેટકીપરોમાં મહેન્દ્ર સિંહ ધોનીને શ્રેષ્ઠ વિકેટકીપર તરીકે પસંદ કર્યો હતો…
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર સરફરાઝ અહેમદે એક સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે, વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ અને મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની) તરીકે કોણ શ્રેષ્ઠ છે.
સરફરાઝ અહેમદે તેની કપ્તાની હેઠળ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ પણ જીત્યો હતો, 2017 માં યોજાયેલી આ ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 180 રનના મોટા અંતરથી હરાવ્યું હતું.
મહેન્દ્રસિંહ ધોની જ્યારે ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ કેપ્ટન છે, ત્યારે તે શ્રેષ્ઠ વિકેટકીપર પણ છે. તો બીજી બાજુ એડમ ગિલક્રિસ્ટે પણ ઓસ્ટ્રેલિયા ટીમ માટે શાનદાર ભૂમિકા ભજવી હતી. એડમ ગિલક્રિસ્ટે ઓપેનઈંગમાં આવી ને તાબોડ તોડ બેટિંગ કરી ને એક સાનદાર શરૂવાત આપે છે.
એમએસ ધોની અને એડમ ગિલક્રિસ્ટમાં કોણ શ્રેષ્ઠ છે:
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદે બંને વિકેટકીપરોમાં મહેન્દ્ર સિંહ ધોનીને શ્રેષ્ઠ વિકેટકીપર તરીકે પસંદ કર્યો હતો.
જણાવી દઈએ કે, પાકિસ્તાન બોર્ડે સરફરાઝ અહેમદ ને આગામી મહિને ઇંગ્લેન્ડ જવા રવાના 29 સભ્યોની પાકિસ્તાનની ટીમમાં સામિલ કર્યો છે. પરતું, સરફરાઝ જોડેથી કેપ્ટનસી લઈને બાબર આઝમ ને આપી દીધી છે. બાબરને લિમિટેડ ઓવર્સ માટે કેપ્ટન બનાવ્યો અને ‘અઝર અલી’ ને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી છે. ઇંગ્લેન્ડમાં પાકિસ્તાન ટી 20 અને ટેસ્ટ મેચની શ્રેણી રમશે.