વર્ષ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ આખું વર્ષ વ્યસ્ત રહેશે. મોટી ટીમો સામે રોમાંચક મુકાબલો થશે. IPL, એશિયા કપ, ODI વર્લ્ડ કપ જેવી મોટી ઈવેન્ટ્સ આખા વર્ષ દરમિયાન યોજાવાની છે.
ભારતના ફ્યુચર ટૂર પ્રોગ્રામ્સ (FTP) શેડ્યૂલ એકદમ વ્યસ્ત છે. જેમાં ભારતીય ટીમ દેશી અને વિદેશી ધરતી પર રમતા જોવા મળશે. ટીમ ઈન્ડિયા પાસે 2023માં આઈસીસી ખિતાબના દુકાળને ખતમ કરવાની પણ તક હશે. શેડ્યૂલ જુઓ-
વર્ષ 2023 માં ભારતીય ક્રિકેટ:
– જાન્યુઆરી 2023: શ્રીલંકા ભારતના પ્રવાસ પર, 3 ODI, 3 T20
– જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023: ભારતના પ્રવાસ પર ન્યુઝીલેન્ડ, 3 ODI, 3 T20
– ફેબ્રુઆરી-માર્ચ 2023: ઓસ્ટ્રેલિયા ભારત પ્રવાસ પર, 4 ટેસ્ટ, 3 ODI
– માર્ચ-જૂન 2023: IPL 2023- જુલાઈ-ઓગસ્ટ 2023: વિન્ડીઝનો ભારત પ્રવાસ, 2 ટેસ્ટ, 3 વનડે, 3 T20
– ઓગસ્ટ-સપ્ટેમ્બર 2023: એશિયા કપ
– સપ્ટેમ્બર 2023: ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ, 3 ODI
– ઓક્ટોબર-નવેમ્બર: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023
– નવેમ્બર 2023: ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ, 5 T20I
– ડિસેમ્બર-જાન્યુઆરી 2024: ભારતના દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ, 2 ટેસ્ટ, 3 ODI, 3 T20I
