ભારતમાં ક્રિકેટનો ક્રેઝ ચાહકોમાં અલગ જ સ્તરે જોવા મળે છે. અહીં ક્રિકેટને અન્ય રમતો કરતાં ઘણો વધુ પ્રેમ મળે છે. આનું સારું ઉદાહરણ T20 વર્લ્ડ કપ 2024ની જીત બાદ મુંબઈમાં ઉજવણી દરમિયાન જોવા મળ્યું.
વર્લ્ડ કપની જીતની ઉજવણી દરમિયાન લાખો ચાહકો મુંબઈના રસ્તાઓ પર ઉમટી પડતા જોવા મળ્યા હતા.
ભારતમાં ક્રિકેટનો આ ક્રેઝ જોઈને તેલંગાણા સરકારે મોટો નિર્ણય લીધો છે. તેલંગાણાના મુખ્યમંત્રીએ રેવન્ત રેડ્ડીએ રાજ્યને મોટી ભેટ આપતા હૈદરાબાદમાં બીજું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી છે.
તેલંગાણામાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે 321 કરોડ રૂપિયાનું બજેટ પસાર કર્યું છે. સરકાર પોતાના ખેલાડીઓને સમર્થન અને સન્માન આપવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.
હૈદરાબાદના ક્રિકેટ ચાહકો મુખ્યમંત્રીની આ જાહેરાતથી ખૂબ જ ખુશ છે. વાસ્તવમાં હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પહેલાથી જ અસ્તિત્વમાં છે. આ સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ અને આઈપીએલ બંને મેચો રમાય છે. હવે બીજા સ્ટેડિયમના નિર્માણ બાદ હૈદરાબાદમાં પહેલા કરતા વધુ મેચો રમાય તેવી અપેક્ષા રાખવામાં આવશે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ IPL ચેમ્પિયન ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદનું હોમ ગ્રાઉન્ડ છે. હવે હૈદરાબાદમાં બીજા સ્ટેડિયમના નિર્માણ બાદ આ IPL ટીમ પાસે બે હોમ ગ્રાઉન્ડ હશે.