LATEST

જુઓ ટ્વિટ: જોફ્રા આર્ચર લગભગ બે વર્ષ પછી પાછા ફરવા માટે તૈયાર છે

કોણી અને પીઠના નીચેના ભાગે ઇજાના કારણે લાંબા સમયથી બહાર રહેલો ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર વર્ષ 2023માં મેદાન પર પરત ફરવા માટે તૈયાર છે. આર્ચરે નવા વર્ષના પહેલા દિવસે ટ્વિટર પર આની જાહેરાત કરી હતી.

ટ્વિટર પર પોતાની વાપસીની જાહેરાત કરતા આર્ચરે લખ્યું કે આભાર 2022, હું 2023 માટે તૈયાર છું.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે આર્ચરને આઠ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ ઈજાના કારણે તે છેલ્લી સિઝનમાં રમી શક્યો નહોતો. પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ હવે જસપ્રીત બુમરાહ સાથે ખતરનાક જોડી બનાવવાની આશા રાખી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સે દક્ષિણ આફ્રિકા લીગમાં તેની ફ્રેન્ચાઈઝી કેપટાઉન માટે આર્ચરને પણ સાઈન કર્યો છે. ઓડીઆઈ વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર આર્ચરે માર્ચ 2021માં તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી.

ફિટ થયા બાદ આર્ચરે નવેમ્બરમાં અબુ ધાબીમાં ટેસ્ટ ટીમ સાથે પ્રેક્ટિસ કરી હતી. જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકન લીગમાં રમ્યા બાદ તે ઇંગ્લેન્ડ માટે 27 જાન્યુઆરીથી શરૂ થનારી દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ભાગ લેશે. IPLમાં રમતા પહેલા તે લિમિટેડ ઓવરોની સિરીઝ માટે બાંગ્લાદેશ પ્રવાસ પર જઈ શકે છે.

Exit mobile version