LATEST

નજમ સેઠીના પ્રમુખ બનતા જ શાહિદ આફ્રિદીને મળી મોટી જવાબદારી

શનિવારે એક મોટો નિર્ણય લેતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને બોર્ડમાં નવી જવાબદારી સોંપી છે. શાહિદ આફ્રિદીને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી પહેલા પાકિસ્તાનની પુરૂષ ટીમનો વચગાળાનો મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યો છે.

આ પેનલમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અબ્દુલ રઝાક અને રાવ ઈફ્તિખાર અંજુમ હાજર છે. હારૂન રશીદ સંયોજક રહેશે. નજમ સેઠીના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બન્યાના થોડા દિવસો બાદ તેની જાહેરાત કરવામાં આવી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના સત્તાવાર ટ્વિટર પર લખ્યું, “પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મેનેજમેન્ટ કમિટીએ પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીને પુરૂષોની રાષ્ટ્રીય પસંદગી સમિતિના વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. અબ્દુલ રઝાક અને રાવ ઈફ્તિખાર અંજુમ પેનલના અન્ય સભ્યો છે. હારૂન રાશિદ સંયોજક હશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા રમીઝ રાજાના સ્થાને નજમ સેઠી પીસીબીના અધ્યક્ષ બન્યા હતા. ટીમના મુખ્ય પસંદગીકાર મોહમ્મદ વસીમ અબ્બાસી, જેમની હેઠળ ટીમે મોટી ટુર્નામેન્ટમાં સારો દેખાવ કર્યો હતો, તેમને પણ દરવાજો દેખાડવામાં આવ્યો હતો.

Exit mobile version